Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીએ મોરબી ખાતે એસપી કચેરીનું કર્યું લોકાર્પણ 

Live TV

X
  • મોરબી ખાતે એસપી કચેરીનું લોકાર્પણ અને મહિલા દૂધ સંઘના ચિલિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી.કહ્યું, 'મહા' વાવાઝોડા માટે સરકાર-તંત્ર સજ્જ-ખેડૂતોને નુકસાનનું મળશે યોગ્ય વળતર-સરકારે મહિલાલક્ષી અનેક પગલાં ભર્યાં હોવાનું પણ જણાવ્યું

    આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મોરબી ખાતે એસપી કચેરીનું લોકપર્ણ અને મહિલા દૂધ સંઘના ચિલિંગ પ્લાન્ટનું ખાતર્મુહત કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે 12 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક એસપી કચેરીનું લોકપર્ણ કરાયું હતું. 

    આ ઉપરાંત પંચાસર નજીક 10 કરોડના ખર્ચે તૈયાર થનાર મહિલા દૂધ સંઘના ચિલિંગ પ્લાન્ટ અને બિલ્ડીંગનું ખાતર્મુહત કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશ દરિયાકાંઠે બેઠા છે ત્યાં સુધી ગુજરાતને ચિંતાની જરૂર નથી આમ છતાં સરકારે પૂરતી તૈયારી કરી છે. 

    આ પ્રસંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, સાંસદ મોહન કુંડાંરિયા, વિનોદ ચાવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply