Skip to main content
Settings Settings for Dark

પંચમહાલઃ પાનમ જળાશયમાં પાણીની આવક વધતા દરવાજો ખોલાયો

Live TV

X
  • પંચમહાલ જિલ્લામાં હાલ વરસી રહેલા કમોસમી વરસાદને લઈને જિલ્લાના પાનમ જળાશયમાં પાણીની આવક થઈ છે.

    હાલમાં મહા વાવાઝોડાની અસરને પગલે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ રહ્યું હતું. વરસાદના પગલે પાનમ જળાશયમાં 612 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જળાશય ભયજનક સપાટી 127.41 મીટર છે, જેના સ્તર સુધી પાણીની આવક થતા જળાશયમાંથી 1404 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 

    પાનમ જળાશયનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલતા પાનમ નદીમાં 1404 ક્યુસેક પાણી છોડાયું છે. પંચમહાલ જિલ્લાના હડફ જળાશયમાં પણ 50 ક્યુસેક પાણીની આવક થતા સપાટી 166.20 મીટરે પહોંચી હતી. આ જળાશયમાંથી પણ 1 દરવાજો ખોલી 681 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply