Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
પાક વીમો નહીં હોય તો પણ ખેડૂતોને મળશે વળતર | DD News Skip to main content
Settings Settings for Dark

પાક વીમો નહીં હોય તો પણ ખેડૂતોને મળશે વળતર

Live TV

X
  • રાજ્ય સરકારની ખેડૂતલક્ષી જાહેરાત

    ગાંધીનગર ખાતે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મહા વાવાઝોડું અને કમોસમી વરસાદ જેવા મહત્વના મુદ્દાઓ પર  ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત તરફ વધી રહેલા વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડુતોને મોટા પાયે નુકસાન પહોંચ્યુ છે. આ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું  કે કમોસમી વરસાદના લીધે થયેલ નુકસાનમાં ખેડુતોને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત નિયમ મુજબ સરવે કરીને વળતર ચુકવવામાં આવશે. જે ખેડૂતો પાસે પાક વીમો નથી તેવા ખેડૂતોને કેન્દ્ર સરકારના માધ્યમથી પાકની નુક્સાની ચુકવવામાં આવશે..

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને અમદાવાદ મહાનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના કામોની પ્રગતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.. મેટ્રો રેલના 40.03 કિલોમીટરના આ પ્રથમ તબક્કામાં કુલ 12 હજાર 787 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.. તેની સંપૂર્ણ વિગતોથી મુખ્યમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રથમ તબક્કાના કુલ 40.03 કિલોમીટરના રૂટમાં 6.5 કિલોમીટર અંડર ગ્રાઉન્ડ લાઇન સહિત 32 સ્ટેશન્સ અને બે ડેપો તૈયાર થવાના છે, તેની પણ તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટેની જમીન સંપાદન પ્રક્રિયા અને અસરગ્રસ્તોના પુનર્વસન માટેની જમીન મેળવવા અંગે મેટ્રો રેલ કોર્પોરેશન, અને અમદાવાદ મહાપાલિકાને સંકલન કરી સમયાંતરે સમીક્ષા બેઠક કરવા પણ સૂચન કર્યું હતું..

    તો રાજકોટમાં એઇમ્સ સત્વરે ચાલુ થાય તે માટેની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આનુસાંગિક કાર્યવાહીની સમીક્ષા કરી હતી.. એઇમ્સ રાજકોટ માટે ડિઝાઇન કન્સલટન્ટની નિમણૂંક થઇ ગઇ છે..અને એજન્સી નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. તે સંદર્ભમાં ફેબ્રુઆરી 2020 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરી બાંધકામ શરૂ થાય તે માટે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.. આ બેઠકમાં વિડિયો પ્રેઝન્ટેશન મારફતે એઇમ્સ રાજકોટનું મોડલ તથા હોસ્પિટલમાં ઉપલબ્ધ સગવડતાની વિગતો  મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply