વાવાઝોડાની માઠી અસર ખેડૂતો સાથે સાગરખેડૂઓને પણ થઈ
Live TV
-
નવસારી જિલ્લાના માછીમારોને બે કરોડ રૂપિયાનું નુકસાન
વાયુ, ક્યાર અને મહા વાવાઝોડાની માઠી અસર ખેતીવાડી સાથે સાગરખેડુઓને પણ થઇ છે. નવસારી જિલ્લાની દોઢ હજાર જેટલી મોટી બોટ જે દરિયો ખેડવા જતી હોય એને મોટા પ્રમાણમાં અંદાજીત 2 કરોડની નુકસાન થયું છે. દેશના અર્થતંત્રને મજબૂત કરતો મત્સ્ય ઉદ્યોગના પૈડાં થંભી જતા અર્થતંત્રને પણ અસર પહોંચશે. દેશને વિદેશી હૂંડિયામણ આપતો ઉદ્યોગ બંધ થતાં ભારે મુશ્કેલીઓ સાગરખેડુઓને વેઠવો પડ્યો છે .જયારે મહા ઉપાધિ બનેલ મહા નામનું વાવાઝુડું ગુજરાત તરફ આવી રહ્યું છે તેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ થયું છે ગઈકાલે એન ડી આર એફ ની ટીમને પણ તૈનાત કરી દીધી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયા કિનારે ફરવા કે ટહેલવા જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સતત ગભરાટ કરાવી રહેલું મહા વાવાઝુડું આજે સવારે આવે એવી સંભાવના ને લઈને 52 કિલોમીટર દરિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અરબીસમુદ્રમાં તોફાન મચાવી રહેલું મહા વાવાઝુડું ગુજરાતમાં આવે એવી સંભાવનાને લઈને નવસારી જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે જેને લઈને દરિયા કાંઠે રેહતા 32 ગામના લોકોને તકેદારીના ભાગરૂપે તમામ સૂચના આપી દેવામાં આવી છે...
