સલાયા-જૂનાગઢ રૂટની એસટી બસ પલટી ખઈ જતા 35 લોકોને ઈજા
Live TV
-
પોરબંદર રોડ પર બની ઘટના, ઈજાગ્રસ્તોને ખંભાળિયા હોસ્પિટલ લઈ જવાયા
સલાયાથી જૂનાગઢ જતી એસટી બસને આજે સવારે પોરબંદર રોડ પર અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપથી બસ પલટી ખાઈ જતાં તેમાં સવાર પ્રવાસીઓમાંથી 35 જેટલાને ઈજા પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખંભાળીયા હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. પોલીસે અકસ્માતના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી
