મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિને અનુલક્ષીને સ્વસ્થ ભારત યાત્રા
Live TV
-
18 નવેમ્બરે દાંડી ખાતે કરશે પ્રવેશ, 12 જિલ્લાઓમાંથી પસાર થઈ રાજસ્થાન રવાના થશે
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિને અનુલક્ષીને ,સમગ્ર દેશમાં યોજાનારી સ્વસ્થ ભારત યાત્રા આગામી 18 મી નવેમ્બરે દક્ષિણ ગુજરાતના દાંડી ખાતે પ્રવેશ કરશે ,અને રાજ્યના 12 જિલ્લાઓમાંથી પસાર થઇને ,12 મી ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના, પાલનપુરથી પ્રસ્થાન કરી ,રાજસ્થાન જવા રવાના થશે. આ અંગે આયોજિત પત્રકાર પરિષદમાં ,રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું કે, આ સાયકલ યાત્રા 'ઇટ રાઇટ ઇન્ડીયા' કાર્યક્રમના ઉપક્રમે, સમગ્ર દેશમાં જનજાગૃતિ ફેલાવવા માટે ફરશે.આ યાત્રા દાંડી, સુરત, ભરુચ, વડોદરા, ગોધરા, સંતરામપુર, બાલાસિનોર, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાલનપુરમાં કુલ 24 દિવસ સુધી ફરશે.આ યાત્રા એફડીસીએ, ગુજરાત ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ, અને બાયો ડિઝલ એસોસશિએસનના સંયુક્ત ઉપક્રમે ,આયોજિત કરવામાં આવી છે. ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર , એચ.જી.કોશિયાએ આ પ્રસંગે જણાવ્યું કે ખોરાકમાં થઇ રહેલી ભેળસેળને, ડામવા માટે તેમનો વિભાગ ,કટીબધ્ધ છે.
