મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉદ્યોગ સંચાલકોને વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા પાઠવ્યું આમંત્રણ
Live TV
-
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થઈ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાને વધુ વેગ આપવા ઇજન પાઠવ્યું હતું.તેમજ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન ટુ વન બેઠક યોજી હતી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકોને રૂબરૂ મળીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થઈ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાને વધુ વેગ આપવા ઇજન પાઠવ્યું હતું.તેમજ વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન ટુ વન બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી સાથે એમ.જી મોટર્સના એમ.ડી રાજીવ છાબડા, ડીસીએમ શ્રીરામના સી.ઈ.ઓ વિક્રમ શ્રીરામ, ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઇસ ચેરમેન રાજનભારતી મિત્તલ તથા સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહ સાથે બેઠકો યોજી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીની દિલ્હી મુલાકાત દરમિયાન તેમણે રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાની સાથે બેઠક કરી હતી.મુખ્યમંત્રીએ ગુજરાતના રેલવેને લગતાં છ પ્રોજેક્ટઅંગેની કામગીરીની ચર્ચા કરી હતી.આ ઉપરાંત તેમણે સ્ટેચ્યુઓફયુનિટીને ,કેવડિયાથી રેલવે નેટવર્કને જોડવા અંગેની પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.આ ઉપરાંત ગરૂડ યોજના અન્વયે 2019માં ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન અને, ત્યાં નિર્માણ પામી રહેલી ફાઇવ સ્ટાર હોટલ સાથેના મોડેલ રેલવે સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવા અંગેની પણ ચર્ચા કરી હતી. જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેકટ ઝડપથી પૂર્ણ કરવા પર પણ બેઠકમાં ભાર મૂકાયો હતો.
