રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ
Live TV
-
ગઈકાલે સમગ્ર રાજ્યમાંથી 29 હજાર ક્વિંટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યભરમાંથી ચાર લાખ ટન જેટલી મગફળીની ખરીદી કરાશે. સમગ્ર રાજ્યમાં ગઈકાલે 29 હજાર ક્વિંટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી.પત્રકારોને માહિતી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 122 માર્કેટ યાર્ડમાં કોઇપણ જાતની અવ્યવસ્થા વિના ખરીદીની વ્યવસ્થા ઉભી કરાઇ છે. સરકારે ખેડૂતો પાસેથી રૂપિયા 1000ના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે.મોરબી ખાતે આજે ખેડૂતો માર્કેટયાર્ડમાં પહોંચ્યો હતો. ખેડૂતો વજન કાંટાની સંખ્યા વધારવા માગણી કરી રહ્યા છે.
