સાણંદમાં થશે પ્લાસ્ટિક પાર્કનું નિર્માણ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં યોજાયેલા પાંચ દિવસીય પ્લાસ્ટ ઇન્ડિયા - 2018 એક્ઝીબીશન- કોન્ફરન્સ અને કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો.
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના વ્યાપ દ્વારા રોજગાર નિર્માણ, ઇનોવેશન્સ સ્ટાર્ટઅપ જેવા આધુનિક આયામોની નેમ વ્યકત કરી છે. પ્લાસ્ટીક ઇન્ડસ્ટ્રીઝ એ ભવિષ્યનું નવતર ક્ષેત્ર છે. પ્લાસ્ટીક ઉદ્યોગકારો, ઉદ્યોગોને નવી ગતિ આપવા સાણંદમાં રાજયનો બીજો પ્લાસ્ટીક પાર્ટ નિર્માણ થશે. ભરૂચના દહેજમાં આ પ્રકારનો ડેડિકેટેડ પ્લાસ્ટિક પાર્ક રાજય સરકારે કાર્ય રત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં યોજાયેલા પાંચ દિવસીય પ્લાસ્ટ ઇન્ડિયા - 2018 એક્ઝીબીશન- કોન્ફરન્સ અને કન્વેન્શનનો પ્રારંભ કરાવતાં જણાવ્યુ હતું. તેઓએ ઉમેર્યું કે, પ્લાસ્ટીક ઉત્પાદનો ઝિરો ઇફેક્ટ પર્યાવરણ પ્રિય ઉત્પાદનો બની રહે તથા રિસાયકલિંગ અને ન્યૂ ઇન્વેન્શન્સથી પ્લાસ્ટીક ઉત્પાદનો વધુ સહજ બને તે વી રાજય સરકારની અપેક્ષા છે