Skip to main content
Settings Settings for Dark

સુરતના પલસાણામાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, બે આરોપીની ધરપકડ

Live TV

X
  • સુરત જિલ્લાના પલસાણામાં ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ATSને મોટી સફળતા હાથ લાગી છે. પલસાણા પાસે કારેલી ગામની સીમમા એક ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવાનું રો-મટીરીયલ ઝડપી પાડવામાં આવ્યું હતું. કારેલી ખાતે રહેણાંક વિસ્તાર વચ્ચે પતરાના શેડ નીચે આ ફેક્ટરી ચાલી રહી હતી.  સાથે જ FSL ની ટીમ પણ વધુ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી.  ATS તમામ મુદ્દામાલ સાથે 2 લોકોની અટકાયત કરી છે અને ગોડાઉનને સીલ કરી વધુ તપાસ હાથ ધરી છે....

    ગુજરાત ATSની ટીમ તરફથી સુરતના કારેલીમાંથી ડ્રગ્સના કરોડોના રો મટીરિયલની સાથે 2 લોકોને ઝડપી પાડ્યા છે. આ મામલે ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSની ટીમે ગઈકાલે રાતે કારેલી ખાતે રહેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડયા હતા. આ દરમિયાન ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરિયલ મળી આવી આવ્યું હતું. જે બાદ ATSની ટીમે તાત્કાલિક તપાસ માટે FSLની ટીમને અહીં બોલાવી હતી. જે બાદ FSLની ટીમે આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ હોવાની પુષ્ટિ કરી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર, ATSની ટીમે કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ, 3-4 કિલો એમડી ડ્રગ્સને કબજે કર્યું હતું. આ સાથે જ 2 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી. ATSની ટીમને જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સને મોટા ભાગે મુંબઈ સપ્લાય કરવામાં આવતું હતું. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply