Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વધી રહ્યાં છે ચાંદીપુરા વાયરસના કેસ, જાણો વાયરસથી બચવા શું કરવું

Live TV

X
  • રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે ચાંદીપુરા વાયરસની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાઈ. આરોગ્યમંત્રીની અધ્યક્ષમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરના આરોગ્ય અધિકારીઓ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયા છે.

    રાજ્યની મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ તંત્રના ડોક્ટર્સ પણ જોડાયા છે. ચાંદીપુરા વાયરસની સ્થિતિને કાબુમાં લેવા ચર્ચા કરવામાં આવશે. હાલ રાજ્યમાં ચાંદીપુરાના 26 શંકાસ્પદ કેસ નોંધાયા છે... જેમાં 14 ના મૃત્યુ નીપજ્યા છે. જામનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે. હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે. તો આરોગ્ય વિભાગે વાયરસને નિયત્રંણમાં લેવા તમામ પ્રકારના પગલાં લીધા અને સતત કામગીરી કરવામાં આવી રહી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલમાં ચાંદીપુરા વાઈરસને લઈ સમીક્ષા બેઠક યોજાઈ હતી.. જેમાં કૃષિમંત્રીએ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન આપી, વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો...

    પંચમહાલ જિલ્લામાં 2 શંકાસ્પદ કેસ 
    પંચમહાલ જિલ્લાના 2 અલગ અલગ વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે.ગોધરાના કોટડા ગામ અને ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામમાં શંકાસ્પદ કેસ મળી આવતા સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી.  કોટડા ગામેથી ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ડ ફ્લાય નામની 19 શંકાસ્પદ માખીઓ મળી આવતા પરીક્ષણ અર્થે મોકલવામાં આવી હતી. હાલ આરોગ્ય વિભાગે સાવચેતીના ભાગરૂપે ફોગીંગની પ્રક્રિયા હાથ ધરી છે. 

    ગાંધીનગરમાં શંકાસ્પદ કેસ
    ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ભાટ પાસે ચાદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે... જેમાં 15 મહીનાની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસમાં મૃત્યુ નીપજ્યું છે. સાથે જ દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા  ગામમાં પણ 7 વર્ષનુ બાળકનું મોત શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે થયા હોવાનું સામે આવ્યું છે જેથી મહાનગરપાલિકાએ સર્વેન્સની કામગીરી હાથ ધરી છે. 1થી 14 વર્ષના બાળકોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

    ચાંદીપુરા વાયરસથી બચવા શું કરવું?
    માખી અને મચ્છરથી આ રોગ ફેલાય છે. બાળકોને ચાંદીપુરા વાયરસથી બચવા માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશને  મહત્વના સૂચનો કર્યા છે. 
    1. વાયરસથી બચવા માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે.
    2. ઘર તેમજ શાળામાં દવાઓનો છંટકાવ કરવો જોઈએ.  

    ચાંદીપુરા વાયરસના લક્ષણો
    1. 9 મહિનાથી 14 વર્ષના બાળકો ચાંદીપુરા વાયરસથી થઈ શકે છે સંક્રમિત. 
    2. ચાંદીપુરા વાયરસથી બાળકને તાવ આવે છે.
    3. બાળકને મગજમાં સોજો પણ આવી જાય છે અને ખેંચ પણ આવે છે.
    4. બાળક અર્ધબેભાન કે બેભાન થઈ જાય છે. 

    બાળકોમાં આવા લક્ષણ દેખાય તો તાત્કાલિક તેને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. વર્ષ 1966માં મહારાષ્ટ્રના ચાંદીપુર ગામમાં 15 વર્ષ સુધીના બાળકોના મોત થવા લાગ્યા હતા..  બાળકોના મોત આ વાયરસથી થયા હોવાનું ખુલ્યું હતું ત્યારથી આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply