Skip to main content
Settings Settings for Dark

શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં મળશે આવાસની સવલત, CMએ કરાવ્યો શુભારંભ

Live TV

X
  • શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક આવાસ યોજના તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. શ્રમિક બસેરા યોજના અંતર્ગત શ્રમિકો માટે 15 હજાર જેટલા હંગામી આવાસનું ખાતમુહૂર્ત કરાયું હતું.

    અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના મહાનગરોમાં ઔદ્યોગિક વિસ્તારના કડિયનાકાની આસપાસના 1 કિલોમીટર એરિયામાં આ આવાસો બનાવવામાં આવશે. શ્રમિકો પાસેથી માત્ર 5 રૂપિયાના દૈનિક ભાડે રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવશે. તો આવાસોમાં સ્વચ્છ પીવાનું પાણી, વીજળી, પંખા, મેડિકલ ફેસિલિટી, ઘોડિયા ઘર, બાળકોના શિક્ષણ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, મોટા બિલ્ડીંગ, ઈમારત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો માટે જરૂરી ફેક્ટરીઝ એમ દરેક નિર્માણને પોતાના પરસેવાથી સિંચતા બાંધકામ શ્રમિકોને પોતાનું આશ્રય સ્થાન મળે તેની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે.

    ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓના મળીને 28 લાભાર્થીઓને 6.80 લાખ રૂપિયાની સહાયનું વિતરણ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. શ્રમિકોને માત્ર પાંચ રૂપિયાના રાહત દરે રાજ્યભરમાં 290થી વધુ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર પરથી ગરમ અને પૌષ્ટિક ભોજન અપાય છે. અત્યાર સુધીમાં 2 કરોડ 54 લાખ ભોજન વિતરણ થયું છે એમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. આગામી ત્રણ વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ જેટલા બાંધકામ શ્રમિકો માટે સુવિધાયુક્ત હંગામી આવાસ-શ્રમિક બસેરા ઉભા કરવામાં આવશે.

    શ્રમિક 60 વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામકાજ કરવા શક્તિમાન ન રહે તો પણ તેના નિર્વાહ માટે દર મહિને 3000 રૂપિયા જેટલી પેન્શન રકમ પી.એમ. શ્રમયોગી માન ધન યોજના અન્વયે મળે છે. રાજ્યમાં ત્રણ લાખથી વધુ શ્રમિકોને આ યોજનાઓનું કવચ મળેલું છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક શ્રમિકની ચિંતા કરી છે. જ્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર શ્રમિકોની સુવિધાઓમાં સતત વધારો કરી રહી છે. આજે 17 સાઈટ પર હંગામી આવાસના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે.

    ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિભૂજન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યાગ પ્રધાન બલવંતસિંહ રાજપુતના હસ્તે કરવામાં આવ્યું હતું. શ્રમિક બસેરા યોજનાની 17 સાઇટોનું ખાતમૂહુર્ત સંપન્ન થયું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply