Skip to main content
Settings Settings for Dark

સુરતમાં રોગચાળાએ માથુ ઉંચક્યું

Live TV

X
  • ઝાડા-ઉલટી, તાવના કેસોમાં થઈ રહ્યો છે સતત વધારો

    સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું છે. ઝાડા ઉલટીના અને તાવના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં સુરતમાં સાત લોકોના મોત થયા છે. તાજેતરમાં ડીંડોલી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય મહિલા ગાયત્રીબેન ગૌતમનું કમળાની બીમારીથી મોત થયું છે. તો શહેરમાં એક બાળક સહિત ત્રણ લોકોના ઝાડા ઉલ્ટી બાદ મોત નિપજ્યા છે. ત્યારે રોગ ચાળા ને ફેલાતો અટકાવવા આરોગ્ય તંત્ર અને સફાઈ તંત્ર સઘન પ્રયત્નશીલ છે.શહેરમાં દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ કરાઈ છે. તંત્ર દ્વારા મેડિકલ મોબાઈલ વાન મારફતે પણ વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં ઝાડા-ઊલટીના દર્દીઓ ગત જૂન મહિનામાં 69, જુલાઇ મહિનામાં 107 જ્યારે ઓગસ્ટ મહિના માં 37 કેસ નોંધાયા હતા. બીજી તરફ ગત વર્ષ કરતા આ વર્ષે ઝાડા-ઉલટીના કેસ ઘટ્યા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply