Skip to main content
Settings Settings for Dark

છોટા ઉદેપુર: "બેટી બચાવો બેટી પઢાઓ" કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • કૃષિમંત્રી આર સી ફળદુ ઉપસ્થિત રહ્યા

    છોટા ઉદેપુરના ક્વાંટ ખાતે કૃષિ મંત્રી આર.સી. ફળદુ ની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો હતો. 73 મા સ્વતંત્ર પર્વ ની રાજ્ય કક્ષાની ઉજવણી છોટા ઉદેપુર જિલ્લામાં થવાની છે. જેના ભાગ રૂપે છેલ્લા એક સપ્તાહથી વિવિધ કાર્યક્રમો આદિવાસી તાલુકાઓમાં ઉજવાઈ રહ્યા છે. આદિવાસી સમાજમાં પ્રોત્સાહન રૂપે વિવિધ કાર્યક્રમો યોજી રાષ્ટ્રીય પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ક્વાંટની ડોન બોસ્કો હાઈસ્કૂલના પટાંગણમાં "બેટી બચાવો બેટી પઢાઓ" કાર્યક્રમમાં રાજ્ય સરકારના કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આદિવાસી બાળકીઓને પહેલા ધોરણમાં પ્રવેશ આપી દફતર આપવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક સન્માન પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રી ,આર. સી. ફળદુએ પોતાના ઉદબોધનમાં મહિલાઓની સમાજમાં મહત્વની ભૂમિકા અંગે વાત કરી સ્ત્રીભૃણ હત્યાની ઘટનાઓ સામે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ મંત્રીજી ના હસ્તે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં સાંસદ ગીતાબેન રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply