સુરેન્દ્રનગરઃ 'ઈલેક્ટ્રિકલ ફાયર સેફ્ટી' પર સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ અને સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન
Live TV
-
સુરેન્દ્રનગરઃ 'ઈલેક્ટ્રિકલ ફાયર સેફ્ટી' પર સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ અને સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની ગાંધીધામ શાખા કચેરી દ્વારા, સુરેન્દ્રનગર ખાતે 'ઈલેક્ટ્રિકલ ફાયર સેફ્ટી' પર સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ અને સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કેયુર સી. સંપટ વિશેષ અતિથિ તરીકે, તેમની હાજરીએ પ્રાદેશિક સલામતી ધોરણો માટે વર્કશોપના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. વૈજ્ઞાનિક મનીષ કુમારે, અગ્નિ સલામતી અને તેના શમન વિશે વાત કરી હતી. વર્કશોપમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગો, માર્ગ અને સલામતી વિભાગ, વિવિધ શાળાઓના આચાર્ય અને શિક્ષકો અને અન્ય હોદ્દેદારોએ હાજરી આપી હતી.