સુરેન્દ્રનગર : ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં ડૂબી જતાં બે બાળકોના મૃત્યુ
Live TV
-
સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક નદીમાં નહાવા પડેલા કિશોરસિંહ અને અજયરાજસિંહનો મૃતદેહ મળી આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બે સગા ભાઈઓનું ડૂબી જતાં મોતની ઘટના સામે આવી છે . મૃતકોની ઓળખ કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર તરીકે થઈ છે. બંને ભાઈઓ નહાવા પડતાં નદીના પાણીમાં ડૂબી જતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.ફાયર બ્રિગેડની ટીમે બે થી ત્રણ કલાકની મહેનત બાદ બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંને ભાઈઓના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુળી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.