સોશિયલ મીડિયાના માધ્યમથી દિવ્યાંગ કિશોરનું થયું પરિવાર સાથે સુખદ મિલન, કેવી રીતે થયું મિલન જાણો વિગતવાર અહેવાલ
Live TV
-
મોરબી પોલીસે દિવ્યાંગ કિશોરનું સોશિયલ મીડિયાના માધ્યમથી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતુ. મોરબી તાલુકા વિસ્તારમાંથી મળી આવેલ દિવ્યાંગ કિશોરના વાલીવારસને સોશિયલ મીડિયાના માધ્યમથી શોધી કાઢીને મોરબી તાલુકા પોલીસે દિવ્યાંગ કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
મોરબી જીલ્લા એસ.પી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પી.આઈ એમ આર ગોધાણીયાણી ટીમ પેટ્રોલિંગમાં હતા. મોરબી તાલુકાના સિરામિક વિસ્તારમાંથી ઓરિસ્સા રાજ્યના મજૂરોનો સંપર્ક કરતા દિવ્યાંગનો એક વિડીયો બનાવ્યો હતો અને ઓરિસ્સાના મજૂરોની મદદથી ફેસબુક જેવા માધ્યમથી વાયરલ કરતા દિવ્યાંગના વાલીવારસ મળી આવ્યા હતા. એક રાહદારીને દિવ્યાંગ બાળક મોરબી-માળિયા હાઈવે પરથી મળી આવ્યું હતું. જે બાળકને પોલીસ મથકે લાવી તેના વાલીવારસની શોધખોળ ચલાવી હતી. જેમાં સોશિયલ મીડિયામાં માધ્યમથી અલગ-અલગ શહેરોના સ્થળો બતાવતા દિવ્યાંગ બલકે જગન્નાથ મંદિર જોતા જ ત્યાનો હોવાની હાથના ઈશારા વડે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. દિવ્યાંગ કિશોર બુધ્યાસિંગ બીરાસિંગ સુકાસિંગ રહે બાલાસોર ઓરિસ્સા વાળાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
