હિમાલયમાં થતું સિલ્વર ઓક વૃક્ષ ગુજરાતમાં
Live TV
-
હિમાલયમાં થતું સિલ્વર ઓક વૃક્ષ ગુજરાતમાં જોવું છે ? સિલ્વર ઑક વૃક્ષનુ નામ તો બધાએ સાંભળ્યું હશે પણ ગુજરાતમાં આ વૃક્ષ દેખાય તે બહુ નવાઈની વાત છે. સામાન્ય રીતે સિલ્વર ઑક વૃક્ષ હિમાલયમાં થાય છે. જો કે હવે આ સિલ્વર ઑક વૃક્ષઅને આંધ્રપ્રદેશમાં થતું લક્ષ્મણફળ કે પછી લંકામાં સીતાજી જે વૃક્ષ નીચે બેસતાં હતાં તે સીતાઅશોક વૃક્ષ જેવા વૃક્ષો લોકો ગુજરાતમાં પણ જોઈ શકશે. આ કમાલ દાહોદના સંજેલી તાલુકાના ખેડૂત ગમનભાઈ વસાવાએ પોતાની વાડીમાં કરી છે. જ્યાં તેમણે મહારાષ્ટ્ર, હિમાલચ પ્રદેશ અને કાશ્મીર વગેરે રાજયોમાં જોવા મળતાં અનેક દુર્લભ વૃક્ષો ઉગાડયા છે. રાજય સરકાર દ્રારા ખેડૂતોને તાલીમ મળે તે માટે આત્મા પ્રોજેકટ ચલાવવામાં આવે છે. ઉલ્લેખનીય વાત એ છે કે 2013-14માં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ગમનભાઈને જિલ્લા કક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડ મળ્યો હતો અને એ પછી તેમણે ઘણાં ખેડૂતોને તાલીમ આપી છે. તેમની પાસેથી શીખેલા પાંચેક ખેડૂતોને તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળ્યો છે.
