Skip to main content
Settings Settings for Dark

૧૦ મે થી સિંગાપુર, ફિલિપાઇન્સ, યુએસએ, યુકે અને કુવૈતમાંથી તબક્કાવાર ફ્લાઇટનું અમદાવાદ ખાતે લેન્ડિંગ થશે

Live TV

X
  • વિદેશથી ગુજરાતના યાત્રિકોને પરત લાવવા સંદર્ભે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારએ જણાવ્યું હતું કે, ૧૦ મે થી સિંગાપુર, ફિલિપાઇન્સ, યુએસએ, યુકે અને કુવૈતમાંથી તબક્કાવાર ફ્લાઇટનું અમદાવાદ ખાતે લેન્ડિંગ થશે. જેમાં વિદ્યાર્થીઓ સહિત ૧૦૯૯ યાત્રિકો આવશે.

    ૧૦મી મે બપોરે ૩.૩૦ કલાકે સિંગાપુર થી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ૨૪૩ યાત્રિકો,

    ૧૧ મે રાત્રે ૧.૩૦ કલાકે ફિલીપાઈન્સથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ૨૪૩ યાત્રિકો,

    ૧૨મી મે વહેલી સવારે ૪.૦૫ કલાકે અમદાવાદ લેન્ડ થતી ફ્લાઈટમાં ૧૪૭ યાત્રિકો,

    ૧૩મી મે રાત્રે ૧.૪૫ કલાકે યુ.કે.થી અમદાવાદ આવતી ફ્લાઈટમાં ૩૧૭ અને

    ૧૪મીએ રાત્રે ૧૧.૧૫ કલાકે કુવૈતથી ૧૪૯ યાત્રિકો સાથે ફ્લાઈટ અમદાવાદ આવશે.

    અલગ-અલગ દેશોમાંથી અમદાવાદ આવનાર તમામ યાત્રિકોનું એરપોર્ટ પર જ થર્મલ સ્ક્રીનીંગ સહિતનું જરૂરી મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઇન્સ્ટિટ્યૂશનલ કોરેન્ટાઈન કરવા સહિતની તમામ વ્યવસ્થાઓ રાજ્ય વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply