સમગ્ર દેશમાંથી ગઈકાલે ચાર કલાક સુધીમાં 327 ટ્રેનો દ્વારા જે શ્રમિકોને પહોંચાડવામાં આવ્યા તે પૈકી ૧૪૭ ટ્રેનો ફક્ત ગુજરાતમાંથી
Live TV
-
Gujarat : CMO સચિવ અશ્વિની કુમારે કહ્યું કે, ગુજરાતના વિકાસમાં પરપ્રાંતિયોનો સિંહ ફાળો રહ્યો છે એટલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલતા સાથે જે પરપ્રાંતીયો પોતાના માદરે વતન જવા ઈચ્છતા હશે તે તમામને સુચારુ રીતે પહોંચાડવા માટેનું સમયબધ્ધ આયોજન કરી દીધું છે.
સમગ્ર દેશમાંથી ગઈકાલે ચાર કલાક સુધીમાં ૩૨૭ ટ્રેનો દ્વારા જે શ્રમિકોને પહોંચાડવામાં આવ્યા છે તે પૈકી એકલા ગુજરાતમાંથી ૧૪૭ ટ્રેનો એટલે કે ૪૫ ટકા જેટલો હિસ્સો ગુજરાતનો છે. જેના દ્વારા ૨.૦૪ લાખથી વધુ શ્રમિકોને યુપી, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પહોંચાડવામાં આવી રહ્યા છે. જેમાં પીવાના પાણી, ખોરાક સહિતની તમામ સુવિધાઓ રાજ્ય વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, દેશભરમાં ૧૭મી મે સુધી લૉકડાઉનનો અમલ ચાલુ છે એટલે જે પરપ્રાંતીયો વતન જવા ઈચ્છતા હશે તે તમામને પહોંચાડવાની જવાબદારી ગુજરાત સરકારની છે એટલે આપ સૌ એ સહેજ પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આ એક લાંબી પ્રક્રિયા છે એટલે આપે માત્ર ધીરજ રાખીને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહયોગ આપવાની અત્યંત જરુરિયાત છે.
તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં જે ટ્રેનો દ્વારા શ્રમિકોને પહોંચાડવામાં આવ્યા છે તેમાં યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીગ સાથે તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે પૂરી પાડી છે આ વ્યવસ્થા આગામી સમયમાં પણ ચાલુ રહેશે.