Skip to main content
Settings Settings for Dark

‘પેડ મેન’ ફિલ્મનો પ્રિવ્યૂ નિહાળતા CM રૂપાણી અને અક્ષય કુમાર

Live TV

X
  • સામાજીક જાગૃતિની થીમ આધારિત ફિલ્મ માટે અક્ષયકુમાર તથા ફિલ્મના ડાયરેકટર આર. બાલ્કીની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા

    મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર સાથે ‘પેડ મેન’ ફિલ્મનો પ્રિવ્યૂ નિહાળ્યો હતો. ‘પેડ મેન’ ફિલ્મ મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને બહેનો-માતાઓની તંદુરસ્તીના વિષયવસ્તુ સાથેની જોડાયેલી છે. વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, સેનેટરી પેડના ઉપયોગથી માતા-બહેનોની તંદુરસ્તી જળવાય તો રાષ્ટ્ર-રાજ્યની પણ તંદુરસ્તી સ્વાસ્થ્ય જળવાય તેવા સામાજીક જાગૃતિના વિષયને લઇને રિલીઝ થઇ રહેલી આ ફિલ્મ મહિલા સશકિતકરણની આગવી મિશાલ બનશે.

    ગુજરાતે તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલા સ્વાસ્થ્ય-બાળ આરોગ્ય કલ્યાણ ક્ષેત્રે અલાયદો વિભાગ શરૂ કરવાની કરેલી પહેલની ભુવમકા આપતાં કહ્યું હતું કે, ગુજરાતમાં ૧૦૦ ટકા માતા- બહેનો અને દિકરીઓ સેનેટરી પેડનો ઉપયોગ કરે તે માટે સરકાર-સમાજ અને સેવાભાવી સંગઠનો સાથે મળીને અવશ્ય પ્રયત્ન કરશે.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવી સામાજીક જાગૃતિની થીમ આધારિત ફિલ્મ માટે અક્ષયકુમાર તથા ફિલ્મના ડાયરેકટર-આર. બાલ્કીની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા. આ વેળાએ મહિલા-બાળ કલ્યાણ રાજ્યપ્રધાન વિભાવરીબહેન દવે, યુવા ભાજપા પ્રમુખ ડૉ.ઋત્વીજ પટેલ અને અગ્રણીઓ-આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply