Skip to main content
Settings Settings for Dark

‘મારુ શહેર કોરોના મુક્ત શહેર’ અભિયાન હેઠળ મંત્રીમંડળના સભ્યો, સાંસદ અને ધારાસભ્યઓને સોંપાઈ જવાબદારીઓ 

Live TV

X
  • રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત જે મહાનુભાવોને જવાબદારી સોંપાઇ છે તેઓ તે નગરમાં જઈને સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરીને જનજાગૃતિ દ્વારા અસરકારક કામગીરી કરશે.

    ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે અને નાગરિકો સુરક્ષિત થાય તે આશયથી રાજ્ય સરકારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે સમયબદ્ધ આયોજન કરી અસરકારક કામગીરી કરી છે. તા.૧લી મે થી શરૂ થયેલ ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાનને મળેલી સફળતાને ધ્યાને લઈને આગામી સમયમાં રાજ્યના મહાનગરો-નગરોમાં પણ કોરોનાનું સંક્રમણ અટકે તે માટે ‘મારુ શહેર કોરોના મુક્ત શહેર’ અભિયાન હાથ ધરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તે સંદર્ભે મંત્રીમંડળના સભ્યો, સાંસદઓ, ધારાસભ્યઓને જવાબદારીઓ સોંપાઈ છે. 
     
    મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યમાં શરૂ થયેલ ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત જનભાગીદારી થકી ગુજરાતના ગામે ગામ કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરો શરૂ કરાયા છે. જેમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જેના પરિણામે તેમના પરિવારજનોમાં સંક્રમણ ફેલાતુ અટકાવવામાં સફળતા મળી છે. તેને ધ્યાને રાખીને આ નિર્ણય કરાયો છે. શહેરોમાં આજે દર્દીઓને સાજા થઈ ઘરે જવાનો દર વધી રહ્યો છે અને નવા કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આ અભિયાન અસરકારક નિવડશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત જે મહાનુભાવોને જવાબદારી સોંપાઇ છે તેઓ તે નગરમાં જઈને સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરીને જનજાગૃતિ દ્વારા અસરકારક કામગીરી કરશે.
     
    મંત્રીએ કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અટકે એ માટે દિલ્હી, રાજસ્થાન, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન અમલી કરાયું છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યમાં ધંધા-રોજગારને અસર ન થાય અને જનજીવન રાબેતા મુજબ ચાલુ રહે અને સંક્રમણ અટકે તે માટે જરૂરી નિયંત્રણો સાથે આંશિક લૉકડાઉન કરીને સંક્રમણને અટકાવવા માટે પ્રયાસો કર્યાં છે ત્યારે રાજ્યમાં આંશિક લૉકડાઉન અંતર્ગત નાના વેપારીઓને ધંધા-રોજગાર શરૂ કરવા માટે રજૂઆતો મળી છે તેને ધ્યાને લઈને આગામી તા. ૧૮મી મે બાદ જે તે જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવીને યોગ્ય નિર્ણય કરાશે તેમ તેમણે ઉમેર્યું હતુ, ત્યાં સુધી ધીરજ રાખી સંક્રમણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા યોગદાન આપવા અપીલ કરાઇ છે. મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાના ત્રીજો વેવની સંભાવનાઓ સેવાઇ રહી છે તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે બનાવેલી ટાસ્ક ફોર્સના તજજ્ઞો સાથે મુખ્યમંત્રીએ પરામર્શ કરીને આ ત્રીજા વેવ માટે પણ સંપૂર્ણ તૈયારીઓ આરંભી દીધી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply