આજે અમદાવાદના મેયર કિરીટ પરમારે કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ મૂકાવ્યો
Live TV
-
કોરોના મહામારીની સામે વેક્સિન એ જ અમોઘ શસ્ર છે. આજે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર કિરીટ પરમારે કોવિશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ મૂકાવ્યો. સાથે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મ્યુનિસિપલ ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તેમજ દંડક અરુણસિંહ રાજપૂતે પણ મેયરની સાથે જ બીજો ડોઝ મૂકાવ્યો હતો. આ પ્રસંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મેયર કિરીટ પરમાર દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શહેરના દરેક નાગરિકોએ વેક્સિન લેવી જોઇએ. વેક્સિનથી કોઇ પણ પ્રકારનું નુકશાન થતું નથી.
