ભાવનગરઃ જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના 7 ગામોમાં અવરજવર પર પ્રતિબંધ મૂકાયો
Live TV
-
ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ખૂબ વધારો થઈ રહ્યો છે જેમાં શહેરથી લઈને અનેક ગામોમાં સંક્રમણ ફેલાઈ રહ્યું છે, ત્યારે સંક્રમણ વધતું અટકાવવાના હેતુથી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના 7 ગામોમાં અવરજવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેમાં માત્ર જીવન જરૂરિયાતની ને લગતા યુનિટો જ ચાલુ રાખી શકાશે, જિલ્લાના ઘોઘા, તગડી, તણસા, ભંડારીયા, પીથલપુર, જસપરા, અને ભુંભલી ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમા આજ સવારથી બેરીકેટ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, અને લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને ખોટી રીતે બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે. પ્રતિબંધિત જાહેર કરાયેલા આ ગામો મા 24 મેં સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રહેશે, બાકી સમગ્ર ગામ પ્રતિબંધિત વિસ્તાર રહેશે.
