દુનિયાની મેડિકલ હિસ્ટ્રીમાં જૂજ કિસ્સાઓમાંનો એક કિસ્સો દાહોદમાં નોંધાયો
Live TV
-
દુનિયાની મેડિકલ હિસ્ટ્રીમાં જૂજ નોંધાતા કિસ્સાઓમાંનો એક દાહોદમાં બન્યો છે. માત્ર ૧૨૦ સે. મી.ની ઉંચાઇ ધરાવતી મહિલાનું પેટ અને ફેંફસા એક થયા બાદ પણ સફળ પ્રસૂતિ કરાવાઈ છે. એટલું જ નહિ, પીઠમાં ખુંધ ધરાવતી આ મહિલાના ફેંફસા ગર્ભાવસ્થાને પરિણામે દબાવા લાગ્યા હતા. તેમ છતાં દાહોદની પડવાલ હોસ્પિટલના તબીબ ડો. રાહુલ પડવાલને આ મહિલાની હેમખેમ પ્રસૂતિ કરાવવામાં સફળતા મળી હતી. આ ત્રણ ફૂટ 9 ઈંચની ઊંચાઈ ધરાવતી 32 વર્ષીય મહિલા અંતરબેન કૈલાશભાઈ ડાવર મધ્યપ્રદેશના અલીરાજપુરના કોલાબઇડા ગામના વતની છે. તેમના પતિ પણ અપંગ છે. અંતરબેનને પ્રસવ પીડા થતાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમની ગંભીર સ્થિતિ જોતાં તેમને મોટા હોસ્પિટલ લઈ જવા માટે જણાવાયું હતું. જેથી તેમના પતિ તેમને દાહોદ ખાતેની પડવાલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. જ્યાં ડો. રાહુલ પડવાલે ભારે જહેમત બાદ તેમની હેમખેમ અને સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવી હતી.
