જોધપરના યશ સેરસિયાએ હિંમતભેર કોરોનાની ચાલુ સારવારે એન્જીનીયરીંગની પરીક્ષા આપી
Live TV
-
મોરબીના જોધપર ગામે કોરોના કેર સેન્ટરમાં કોરોનાની સારવાર લઈ રહેલા યશ સેરસિયા નામના એક યુવાને હિંમતભેર કોરોનાથી ડર્યા વગર ચાલુ સારવારે યુવાને એન્જીનીયરીંગની પરીક્ષા આપીને અન્યને પણ અનોખી પ્રેરણા પૂરી પાડી છે. મૂળ મોરબીના દેરાળા અને હાલમાં સુરેન્દ્રનગર રહેતા યશ નામના યુવાનની મોરબી ખાતે કોરોના કેર સેન્ટરમાં કોરોનાની સારવાર ચાલી રહી છે. પીડીયુની એપલીકેશન ઉપરથી અઢી કલાક સુધીમાં પેપર લખીને પરીક્ષા આપવાની હોયછે પરીક્ષા દરમિયાન કોવીડ કેર સેન્ટર, આઇ.સી.યુ. હેડ અને આયોજક ગણની સઘન દેખરેખ અને જરૂરી પ્રોત્સાહન સહિત યશની યશસ્વી કારકિર્દી માટે તમામ સુવિધા સાથે ખડે પગે ઊભા રહે છે. યશ સેરસીયાનું માનવું છે કે મજબૂત મનોબળ હોય તો બધુ જ શક્ય છે અને તેના મનોબળને આધારે જ કોરોનાની ચાલુ સારવારે પણ પરીક્ષા આપી રહ્યો છે.
