Skip to main content
Settings Settings for Dark

મોરબી ખાતે હવામાંથી ઓક્સિજન બનાવતો પ્લાન્ટ કાર્યરત

Live TV

X
  • કોરોના મહામારીના સમયમાં દર્દીઓની પડતી સમસ્યાના ઉકેલ માટે તંત્ર સતત ખડેપગે છે. ઓક્સિજન અને દવાઓની જરૂરીયાત માટે દર્દીઓના સ્વજનોએ આમતેમ દોડવું પડી રહ્યું છે, ત્યારે મોરબી ખાતે હવામાંથી ઓક્સિજન બનાવતો પ્લાન્ટ કાર્યરત થયો છે. મોરબીની સિવિલ હોસ્પિટલમાં આ અત્યાધુનિક પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ પ્લાન્ટ દર મિનિટે 100 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. આમ 24 કલાક દરમિયાન 1 લાખ 44 હજાર લીટર ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાતા ઓક્સિજન માટે દર્દીઓના સ્વજનોએ આમતેમ દોડવાની જરૂર રહેશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply