અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેર વિસ્તારમાંથી હાથ બનાવટના દેશી બોમ્બ સાથે એક શખ્સને ઝડપ્યો
Live TV
-
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે શહેર વિસ્તારમાંથી હાથ બનાવટના દેશી બોમ્બ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નરની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર N.R. બ્રહ્મભટ્ટ તેમજ તેમની ટીમના સભ્યો શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક શખ્સ દેશી બનાવટના જીવતા બોમ્બ લઇ જઇ રહ્યો હોવાની બાતમી તેમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર V.N. ભરવાડ તથા સ્ટાફના માણસોએ જાવેદખાન નામના શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરતા તેની પાસેથી હાથ બનાવટના 4 દેશી બોમ્બ અને ધારદાર છરો મળી આવ્યો હતો. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ ટીમને સ્થળ પર બોલાવી સુરક્ષિત જગ્યાએ બોમ્બ ડિફ્યુઝ કરવાની કાર્યવાહી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે જાવેદખાન વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
