Skip to main content
Settings Settings for Dark

11 જાન્યુઆરી 2024ના રોજ મહાત્મા મંદિર ખાતે સ્કિલ ડેવલપમેન્ટ સેમિનાર યોજાશે

Live TV

X
  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યુ કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત 11 જાન્યુઆરી 2024ના રોજ Viksit Bharat@2047 માટે કૌશલ્ય અને તેના ભવિષ્ય પર ફોકસ સાથેનો સેમિનાર શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ આયોજિત કરી રહ્યું છે. આ માહિતીપ્રદ અને ઇન્ટરેક્ટિવ સેમિનાર અનુક્રમે 10:00 થી 01:00 કલાક અને 02:30 થી 05:00 કલાક દરમિયાન "બિલ્ડિંગ વર્કફોર્સ ફોર ફ્યુચર: ડેવલપમેન્ટ ઓફ સ્કિલ્સ ફોર ઈન્ડસ્ટ્રી 4.0 " અને "ડેવલપિંગ ગ્લોબલ નેટવર્ક ફોર સ્કિલ ડેવલપમેન્ટ" થીમ્સ પર સેમિનાર હોલ 3, મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે ચર્ચા કરવામાં આવશે.

     "બિલ્ડિંગ વર્કફોર્સ ફોર ફ્યુચર: ડેવલપમેન્ટ ઓફ સ્કિલ્સ ફોર ઈન્ડસ્ટ્રી 4.0" પરના સેમિનારનો ઉદ્દેશ્ય ઈન્ડસ્ટ્રી 4.0 ની અસરને એક્સપ્લોર કરવા, આવશ્યક કૌશલ્યોને ઓળખવા, સ્કિલ ગેપને દૂર કરવા, તમામ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા અને ભવિષ્ય માટે તૈયાર કરાયેલા કાર્યબળને પોષવા માટેની વ્યૂહરચના ઘડવાનો અને તકનીકી પ્રગતિ અને ડિજિટલ પરિવર્તનના યુગમાં ઉદ્યોગોની વિકસતી માંગ સાથે સંરેખિત થવાનો છે. જેમાં  કૌશલ્ય વિકાસ માટે વૈશ્વિક સ્તરે ઈન્ટરકનેક્ટેડ નેટવર્કની સ્થાપના અને સંચાલનને આધારભૂત બહુમુખી વ્યૂહરચનાઓ અને મિકેનિઝમ્સ વિશે ચર્ચા થશે. સાથે અત્યાધુનિક તકનીકોના સંશ્લેષણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

    ઇન્ડસ્ટ્રી 4.0 માટે કૌશલ્ય લેન્ડસ્કેપ નેવિગેટ કરવા પર પેનલ ડિસ્કશન પણ યોજાશે, જેમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગની વૈશ્વિક કૌશલ્ય માંગ, કૌશલ્ય વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ, કૌશલ્ય વિકાસમાં નવીનતા અને ટેક ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય અને કૌશલ્ય માંગના વિષયો દર્શાવવામાં આવશે. પેનલનું સંચાલન કરનારા મહાનુભાવોમાં AICTEના વાઈસ ચેરમેન અભય જેરે અને સિમેન્સના સેવા નિયામક રામમૂર્તિ અયપ્પન, L&Tના સ્કિલ ડેવલપમેન્ટ મિશનના ચીફ એક્ઝિક્યુટિવ કે. રામકૃષ્ણન અને TATA ઈન્ડીયન ઈન્સસ્ટીટ્યુટ ઓફ સ્કિલના CEO સબ્યસાચી દાસનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply