2 ઑક્ટોબર ગાંધીજયંતીએ દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરાશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે દેશભરના સરપંચોના સંમેલનમાં કરશે આ જાહેરાત. હવેથી 2 ઑક્ટોબરનો દિવસ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવાશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી માહિતી.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યુ હતુ કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જ્યંતિની ઉજવણી નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી ઓક્ટોબરે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે. તેમણે જણાવ્યું કે દેશને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત બનાવવાનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે જે સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાત માટે ગર્વની બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૨૦ હજારથી વધુ સરપંચોનું સ્વચ્છતાની નેમ સાથે મહા સંમેલન યોજાશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે બીજી ઓક્ટોબર દેશભરમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવાશે અને સ્વચ્છતાનો સંદેશ દેશ અને દુનિયામાં પહોંચાડાશે. ગુજરાતના ૧૦ હજાર અને વિવિધ રાજ્યોના ૧૦ હજાર સરપંચો આ સંમેલનમાં ભાગ લેશે.