મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદમાં અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું કર્યું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આણંદમાં ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પૂર્ણ કદની પ્રતિમાનું કર્યું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત.પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું પણ અનાવરણ.ઉપરાંત બાકરોલ તળાવ, સ્ટ્રૉમ વૉટર ડ્રેનેજ સહિતના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે આણંદની મુલાકાતે હતા. /જ્યાં તેમણે શહેરના લોટેશ્વર તળાવ ખાતે પહોંચીને પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીની, પૂર્ણ કદની પ્રસ્થાપિત થનારી મૂર્તિ માટેની જગ્યાએ ,ભૂમિ પૂજન અને ખાત મુહૂર્ત કર્યું હતું./ ત્યારબાદ મુખ્યમંત્રીએ આણંદ નગરપાલિકા સંકુલ ખાતે પહોંચી, પંડિત દિન દયાલ ઉપાધ્યાયજીની અર્ધ પ્રતિમાનું ,અનાવરણ કર્યું હતું./ પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ મુખ્ય મંત્રી વિજયરૂપાણીએ, એમ.બી સાયન્સ કોલેજના પ્રાંગણમાં ,રાજ્ય સરકારની યોજના હેઠળ ,તૈયાર થયેલ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. /જેમાં રૂ.૫.૨૬ કરોડના ખર્ચે બાકરોલ તળાવનું નવીનીકરણ, અવકુડા નિર્મિ,ત રૂ. ૧.૨૦ કરોડના ખર્ચે કૃષિ કોલેજથી ,દાંડી માર્ગનું લોકાર્પણ સહિતના ,અનેક વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કર્યુ હતુ. /આ ઉપરાંત તેમણે આયુષ્યમાન કાર્ડનું વિતરણ, તથા દિવ્યાંગ સહાય ચેકનું તથા દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ કર્યુ હતું.