Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં અચાનક પલટો

Live TV

X
  • સુરત, દાહોદ, આણંદ, અમરેલી અને અમદાવાદમાં વરસાદ. વાતાવરણમાં પ્રસરી ઠંડક.

    સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે, બપોર બાદ અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના નરોડા, અમરાઈવાડી, હાટકેશ્વર, ખોખરા, મણિનગર, વસ્ત્રાલ, ઘોડાસર, જશોદાનગર, વટવા, ઈસનપુર, લાલદરવાજા, રાયપુર, એસજી હાઈવે, ગોતા, રાણીપ, પ્રહલાદનગર, ગીરધરનગર, બાપુનગર અને અસારવા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ સાથે પવન ફુંકાતા વાહનચાલકો પણ અટવાયા હતા. તો શહેરના લો ગાર્ડન વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતાં દીવાલ તૂટી ગઈ હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અમરેલીમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી.તો સુરતમાં પણ ભારે ઉકળાટ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે ,વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 126.17 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. જેના પરિણામે રાજ્યના કુલ 204માંથી 99 જળાશયો છલકાયા છે. જેમાંથી 62 જળાશયો 70 થી 100 ટકા અને 14 જળાશયો 50થી 70 ટકા ભરાયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-03-2025 Max Temp : °C Min Temp : °C
apply