ગેસ બાટલાના વિસ્ફોટમાં બળીને મૃત્યુ પામેલા કુટુંબની 45 દિવસની દીકરીને સુરતના નિઃસંતાન દંપતીએ લીધી દત્તક
Live TV
-
ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં આંખે આખું કુટુંબ બળીને મૃત્યુ પામ્યું હતું પરંતુ એક 45 દિવસની બાળકી 60 ટકા દાઝી જવા સાથે જીવતી રહી ગઈ હતી. અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી ત્યાં જ 10 વર્ષથી નિસંતાન સુરતના લીંબાચિયા દંપતિએ 60 ટકા બળી ગયેલી 45 દિવસની બાળકીને દત્તક લઈ તેની સારવાર માટે પોતાના સોના ના ઘરેણાં, ઘર વખરી પણ વેચી સારવાર કરાવી 45 દિવસની બાળકી ને નવજીવન આપ્યું છે.
10 વર્ષથી નિસંતાન સુરતના લીંબાચિયા દંપતિએ 60 ટકા બળી ગયેલી 45 દિવસની બાળકીને દત્તક લઈ તેની સારવાર માટે પોતાના સોનાના ઘરેણાં, ઘરવખરી પણ વેચી સારવાર કરાવી બાળકીને નવજીવન આપ્યું છે.
દીકરીને સાપનો ભરો ગણી તરછોડી દેનારા લોકો માટે સુરતનો એક કિસ્સો આંખો ઉઘાડે તેવો છે. આ છે સુરતના લીંબાચિયા દંપતી..તેમના ખોળામાં રમી રહેલી દીકરી તેમની પોતાની નથી...પરંતુ એક માતા-પિતા જે પોતાના બાળક માટે કરતા હોય છે તેનાથી વધુ તેઓએ આ બાળકી માટે કર્યું છે...16મી જાન્યુઆરી 2019ના રોજ વેલંજા ગામે સિલિન્ડર બ્લાસ્ટમાં કોલડીયા પરિવારના ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. ઘટનામાં 45 દિવસની માસુમ હેની આશરે 60 ટકા જેટલી બળી ગઈ...માસૂમ બાળકીએ પોતાના માતા-પિતા સહિત પરિવારના અન્ય ચાર સભ્યોને ગુમાવી દીધા હતા..ત્યારે તેના જીવનમાં ઈશ્વરના વરદાનરૂપ લીંબાચિયા દંપતિ આવ્યા અને તેઓ બન્યા હેનીના પાલક માતા-પિતા...
નિલેશભાઈએ પરિવારના અન્ય સભ્યોની સહમતિથી હેનીને દત્તક લીધી...અને છેલ્લા દસ વર્ષથી નિસંતાન રહેલા લિંબાચીયા દંપતીના અંધકારમય જીવનમાં જાણે ઉજાશ આવી ગયું....પરંતુ બાળકી હેનીની સ્થિતિ સારી ન હોવા છતાં આ દંપતિએ હેનીને દત્તક લઈ તેની સારવાર શરૂ કરી..ધીમે ધીમે આ ખર્ચ લાખોમાં થઈ ગયો. કાજલબેને પોતાના સોનાના દાગીના વેંચી નાંખ્યા...નિલેશભાઈ ફોટોગ્રાફર હોવાથી તેમણે પોતાનો કેમરો પણ વેંચી નાખ્યું...આશરે 20 લાખનો ખર્ચ થયા બાદ આજે 10 મહિનાની હેનીની સ્થિતિ સારી છે. અને તેના ચહેરા ઉપર પોતાના પાલક માતા-પિતા પ્રત્યેનો પ્રેમ સાફ જોવા મળે છે.
લીંબાચિયા દંપતીએ લોકો સામે માનવતાની જે મિશાલ કાયમ કરી છે તે આજે કળયુગમાં ભાગેય જ જોવા મળી શકે તેમ છે...હેનીના આવવાથી આ દંપતિના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે તો બીજીતરફ માસૂમ બાળકીને જીવન જીવવાનો મોટો આધાર મળી ગયો.....