1 ઑક્ટોબરથી મગફળીની ઑનલાઇન ખરીદી, મુખ્યમંત્રીની બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો
Live TV
-
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા હતાં.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા હતાં. મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતોને મગફળીના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે અગત્યના નિર્ણયો લેવાયા હતા. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થયો છે ત્યારે ચોમાસુ પાકનું સારુ ઉત્પાદન રહેતા ખેડૂતોને વિવિધ પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ નિર્ણયો લેવાયા છે.
આ વિશે માહિતી આપતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારના નાગરીક પુરવઠા વિભાગ અને નાફેડના સંયુક્ત ઉપક્રમે આગામી 1 ઓક્ટોબરથી મગફળીની ઓનલાઈન ખરીદ પ્રકિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા એક મહિના સુધી ચાલશે. સરકાર દ્વારા 20 કિલો મગફળી માટે એક હજાર અઢાર રૂપિયાના ભાવે ખરીદી કરાશે. જે માટે 124 માર્કેટિંગ યાર્ડ સેન્ટરો પરથી ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.