જુનાગઢઃ પોષણ માસની ઉજવણી, આંગણવાડી વર્કર્સ સાથે યોજાઈ ટેલી કોન્ફરન્સ
Live TV
-
ભેસાણ માળીયા અને જૂનાગઢ તાલુકાના કુલ 130 આંગણવાડી વર્કર સાથે થઈ ટેલી કોન્ફરન્સ
જુનાગઢ જીલ્લા પંચાયત ડીડીઓ શ્રીના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ શાખા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સૌજન્યથી પોષણ માસ અંતર્ગત ટેલીફોન કોન્ફરન્સ યોજાઈ હતી. ભેસાણ માળીયા અને જૂનાગઢ તાલુકાના કુલ 130 આંગણવાડી વર્કરને સાથે જોડી જીલ્લા પંચાયત જુનાગઢ થી સીધી મોબાઈલ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં પ્રત્યેક ગામે મહિલાઓ કિશોરીઓ અને સગર્ભા બહેનોને જોડીને પોષણ માસ અંતર્ગત કોઈપણ બાળક અને માતા કૂપોષિત ના રહે તે માટે વડાપ્રધાનશ્રીના 2022ના કુપોષણ નાબૂદીના અભિયાનને ધ્યાનમાં લઇ આ માસની થીમ હર ઘર પોષણ વ્યવહારને સમજાવવામાં આવી હતી
પ્રત્યેક કિશોરીઓ આવતીકાલની માતા હોય તેનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે તેમજ સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આઈસીડીએસ શાખા દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.આ ટેલીફોન કોન્ફરન્સ દ્વારા 2100 જેટલી મહિલાઓને સીધું માર્ગદર્શન જૂનાગઢ જિલ્લા પંચાયતની શાખાથી આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આંગણવાડી વર્કરોના પ્રશ્નોને પણ સાંભળવામાં આવ્યા હતા.