Skip to main content
Settings Settings for Dark

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં નવા સોલાર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદ્ઘાટન

Live TV

X
  • નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ સ્થિત વારી એનર્જીસ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા સોલર સેલ મેનુફેક્ચરીંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોષીએ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચીખલી પાસે ભારતના સૌથી મોટા સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.. આ પ્રોજેક્ટ પર્યાવરણને બચાવવા અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને આગળ વધારવા માટે મોટી ભૂમિકા ભજવશે તેમજ વર્ષ 2027 સુધી Net Zero Carbon ઉત્સર્જનના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં પણ મદદ કરશે.. સાથે સાથે ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ગુજરાતનો દરજ્જો પણ આગળ વધશે અને નોકરીઓના નવા અવસરો પણ મળશે..

    કાર્યક્રમમાં નાણા અને ઊર્જા  મંત્રી કનુભાઇ દેસાઇ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, રાજયસભા સાંસદ ચૌધરી, ધારાસભ્ય નરેશ પટેલ, રાકેશ પટેલ, વારી એનર્જી લી.ના અધિકારી-કર્મચારીઓ અને સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના દેગામ ખાતે આવેલી વારી કંપનીના સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉદ્ઘાટન વેળાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જા  સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 'વન અર્થ, વન સન વન ગ્રીડ'નો મંત્ર આપ્યો છે. તેમના વિઝનને સાકાર કરતો આ પ્રોજેક્ટ છે. વારી એનર્જી દ્વારા ભારતના સૌથી મોટા 5.4 ગીગા વોટની ક્ષમતાના સોલર સેલ મેન્યુફેક્ચરીંગ યુનિટનું ઉદ્ઘાટન થયું છે. નવસારી જિલ્લામાં 150 એકરમાં ફેલાયેલો આ સોલર સેલ પ્લાન્ટ નવીનીકરણીય ઊર્જા માં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બનશે. જે ભારતની નવીનીકરણીય ઊર્જા  યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

    મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, વડાપ્રધાનના વિઝન અને મિશન અંતર્ગત ગુજરાતમાં નવા વેપાર-ઉદ્યોગ વિકસે, મુડી રોકાણ વધે તે માટે વાઇબ્રન્ટ ગુજરાતની મુહિમ શરૂ કરવામાં આવી હતી. મેન્યુફેક્ચરીંગ તથા ઇનોવેશન અને નવી ઇન્ડસ્ટ્રીઝ માટેનુ પ્લેટફોર્મ વાઇબ્રન્ટ સમીટે આપ્યુ છે. તેના કારણે ગુજરાત ડેવલપમેન્ટ મોડેલ અને પોલીસી ડ્રિવન રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. 'ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ'ના કારણે ગુજરાત રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે અને કક્ષાની કંપનીઓએ પોતાના યુનિટ્સ શરૂ કર્યા છે.

     મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, દેશ અને દુનિયા જ્યારે રીન્યુએબલ એનર્જી, ગ્રીન અને કલીન એનર્જીની વાતો કરતી હતી ત્યારે ગુજરાતમાં સૂર્ય ઊર્જા ના પ્લાન્ટ પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. આજનો સમય સોલર, વિન્ડ અને હાઇડ્રો એનર્જી, અને ગ્રીન એનર્જીથી ગ્રીન ગ્રોથનો છે. ગુજરાત આ દિશામા સક્રિય રીતે કામ કરી રહ્યું છે. આપણી રીન્યુએબલ એનર્જી કેપેસીટી દેશની કુલ કેપેસીટીના 15 ટકા એટલે કે, 32,924 મેગા વોટ થઇ છે. કેન્દ્ર સરકારે શરુ કરેલી વિવિધ યોજાનાઓમાં પીએમ સૂર્યશક્તિ મફત વીજળી ઘર યોજનામાં લગભગ 42 ટકાના યોગદાન સાથે ગુજરાત અગ્રિમ સ્થાને છે 

    ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના વિઝન હેઠળ 2030 સુધીમાં 500 ગીગા વોટ ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ ટાર્ગેટ સમય કરતાં પહેલાં પૂરો થશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાત ગ્રીન, ક્લીન એનર્જીને પ્રોત્સાહન આપીને લીડ લેવા સજ્જ છે. આ સાથે 'ઝીરો ઇફેક્ટ, ઝીરો ડિફેક્ટ' મંત્ર સાથે ગુજરાતના ગ્રીન ગ્રોથમાં વારી કંપની જેવી અનેક કંપનીઓ ગુજરાતના વિકાસમાં યોગદાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

    ભારત રિન્યુએબલ એનર્જી ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં વિશ્વના ત્રીજા નંબરનો સૌથી મોટો દેશ છે એમ કેન્દ્રીય ન્યુ અને રિન્યુએબલ એનર્જી મંત્રી પ્રહલાદ જોશીએ વારી એનર્જીસના દેશના સૌથી મોટા ૫.૪  ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેકચરિંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું. 

    ભારત બનવા જઈ રહ્યું છે રિન્યુએબલ એનર્જી હબ

    ભારત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રિન્યુએબલ એનર્જી હબ બનવા જઇ રહ્યું છે. જે વિશ્વનું આપણા રાષ્ટ્ર પ્રત્યેની વિશ્વસનિયતા દર્શાવે છે. આ તકનો લાભ લઇ ભારતના યુવા એન્જીનિયરોએ વિકસિત ભારત,આત્મનિર્ભર ભારતની નેમ રાખશે એવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. આગામી 2030ના વર્ષ સુધીમાં મોડયુઅલ મેન્યુફેકચરિંગ 125 ગીગાવોટને પાર કરી જશે એમ કહી પોલિસિલિકોનથી લઇને સોલાર પેનલ સુધીની દરેક વસ્તુ ભારતમાં જ ઉત્પાદન થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-04-2025 Max Temp : °C Min Temp : °C
apply