GPSC દ્વારા લેવાનારી પોલીસ ઈન્સ્પેક્ટરની ફિઝિકલ પરીક્ષા 14-18 જૂન,2021 સુધી યોજાશે
Live TV
-
ગુજરાત પોલીસમાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. GPSC દ્વારા પોલીસ ઈન્સ્પેક્ટરની ફિઝીકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ અંગે GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું કે, 14થી 18 જૂનની વચ્ચે આ પરીક્ષા પોલીસ એકેડમી કરાઈ ખાતે યોજવામાં આવશે. પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને દિનેશ દાસાએ શુભેચ્છાઓ પણ પાઠવી છે.
અગાઉ કોરોનાના કેસ વધાવાને કારણે પરીક્ષા પાછી ઠેલવામાં આવી હતી. પરંતુ હવે કેસમાં ઘટાડો આવતા ફરી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આજે જીપીએસસી ક્લાસ વન તથા ક્લાસ ટુના રિઝલ્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. પ્રિલિમનરી પરીક્ષામાં કુલ 6, 152 ઉમેદવાર મેઇન્સ માટે ક્વોલીફાઈ થયા છે જેમની પરીક્ષા તારીખ 19, 21 અને 23 જુલાઈના રોજ યોજાશે.
