Skip to main content
Settings Settings for Dark

PMના ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના સંદેશાના પ્રચાર સાથે સાયકલ યાત્રા

Live TV

X
  • 87માં એર ફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે સ્વાક ગાંધીનગર મુખ્યાલય દ્વારા પ્રધાનમંત્રીનાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સંદેશાનો પ્રચાર અને પ્રસાર કરવા સાયકલ યાત્રા યોજવામાં આવી હતી, જે કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી જશે. આ ટીમમાં સ્વાકનાં કાર્યક્ષેત્રના વિવિધ એર બેઝમાંથી આશરે 55 અધિકારીઓ સામેલ હતાં. આ ટીમનું નેતૃત્વ એર માર્શલ બી. આર. ક્રિષ્ના, સીનિયર એર સ્ટાફ ઓફિસર, સ્વાક મુખ્યાલય કરી રહ્યાં છે. ટીમમાં 25 થી 57 વર્ષની વિવિધ વયજૂથનાં એર વોરિયર્સ, વિમેન ઓફિસર્સ અને ટીમનાં પરિવારનાં સભ્યો સામેલ છે. ગઈકાલે સવારે ગાંધીનગરથી નિકળેલી સાયકલ યાત્રા વડોદરા દરજીપૂરા આવી પહોંચી હતી. અહીં રાત્રી રોકાણ કયા બાદ વહેલી સવારે વડોદરાનાં અધિકારીઓએ સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરાથી નિકળેલી સાયકલ યાત્રા સાંજ સુધી કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. ત્યાં પણ સાયકલ યાત્રામાં જોડાયેલ તમામનું સ્વાગત કરવામાં આવશે. ભારતીય વાયુદળ વિવિધ સ્તરે એનાં અધિકારી માટે એડવેન્ચર એક્ટિવિટીને પ્રોત્સાહન આપે છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply