Skip to main content
Settings Settings for Dark

નવરાત્રીની અંતિમ રાત્રિએ ખેલૈયાઓનો અથાક થનગનાટ

Live TV

X
  • મન મૂકીને DJના તાલે ઝૂમ્યા ખેલૈયાઓ

    મા આદ્યશક્તિની આરાધના અને ભક્તિના પર્વ નવલા નોરતાની પૂર્ણાહૂતિ થઈ. ભક્તોએ ,મા નવ દુર્ગા ને, ભારે હૈયે ,વિદાય આપી.ત્યારે અંતિમ દિવસે ,યાત્રાધામ અંબાજી ના ચાચર ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. હજારો ખેલૈયાઓએ અંતિમ દિવસે ગરબા રમવાનો આનંદ ઉઠાવ્યો હતો. અંતિમ દિવસે સમગ્ર રાજ્યોમાંથી લોકો ઉમટ્યા હતા. નવ નવ દિવસ સુધી માની આરાધના કર્યા બાદ ખેલૈયાઓએ માંને વિદાય આપી. આ નવ દિવસ દરમિયાન કોઈ પણ અનિશ્ચનીય ઘટના બની ન હતી. તેના કારણે ગરબા આયોજકો એ સૌનૌ આભાર માન્યો હતો.
    તો આ બાજુ  અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે આવેલા એરાઈવલ ઝોનમાં એરપોર્ટ પર કામ કરતા કર્મચારીઓ અને યાત્રીઓએ ગરબા કરી આનંદ લૂંટ્યો હતો. આ કાર્યક્રમમાં એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, મેઈન્ટેનન્સ સ્ટાફ, એર હોસ્ટેસ, પાયલોટ સહિતનો સ્ટાફ જોડાયો હતો. તો યાત્રીઓ પણ દૃશ્યો જોઈ ખુશ થઈ ગયા હતા અને આ કાર્યક્રમને વધાવ્યો હતો. આ પ્રસંગે એરપોર્ટ ડાયરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું કે આ ગરબા કાર્યક્રમને લઈ સ્ટાફ ખૂબ જ ઉત્સાહિત હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply