PM મોદી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરવા ભાવનગર પહોંચ્યા
Live TV
-
ભાવનગર એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રુપાણીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હીથી હાવાઈ માર્ગે ભાવનગર પહોંચ્યા છે. ભાવનગરથી પીએમ મોદી અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા માટે જશે. ભાવનગર એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રુપાણીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું.
અસરગ્રસ્ત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ બાદ પીએમ મોદી અમદાવાદ આવશે. અમદાવાદ ખાતે PM મોદી CM વિજય રુપાણી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. આ મિટિંગ બાદ પીએમ મોદી દિલ્હી જવા રવાના થશે
