Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ તાઉ'તે વાવાઝોડાની અસરથી શહેરમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાઈ, ક્યાંક રસ્તાઓ બંધ થયા

Live TV

X
  • તાઉ'તે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઘમરોળ્યા બાદ અમદાવાદમાં પ્રવેશ્યું હતું. જો કે અમદાવાદમાં પવનની ગતિ ઓછી હતી પરંતુ શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો અને હોડિંગ્સ ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી.

    અમદાવાદમાં અનેક જગ્યાએથી એવા અનેક દ્રશ્યો જોવા મળ્યા હતા કે ક્યાંક હવામાં પતરા ઉડી રહ્યા હતા તો ક્યાંક બોર્ડ નીચે પટકાતા જોવા મળ્યા હતા. સદ્દનસીબે શહેરમાં કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી. સતત વરસાદ વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. 

    અમદાવાદમાં સતત પવન અને વરસાદને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. રોડ પર ક્યાંક વૃક્ષો પડી જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા તો ક્યાંક પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોના વાહનો બંધ થઈ ગયા હતા. બીજી તરફ અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાથી અસરગ્રસ્ત 7 હજાર 95 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. અમદાવાદ જિલ્લા અને તાલુકામાં 379 આશ્રયસ્થાનો તૈયાર કરવામાં હતા. હોસ્પિટલમાં પણ કોઈ સમસ્યા ન સર્જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમદાવાદમાંથી વાવાઝોડાએ વિદાય લઈ લીધી છે પરંતુ વાતાવરણ સતત વાદળછાયું બનેલું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply