સૌરાષ્ટ્ર પંથકમાંથી 18 જેટલા સિંહો ગુમ થયા હોવાના સમાચારોનું વન વિભાગે કર્યું ખંડન
Live TV
-
તાઉ'તે વાવાઝોડાને પગલે રાજ્યનાં સૌરાષ્ટ્ર પંથકમાંથી 18 જેટલા સિંહો ગુમ થયા હોવાના સમાચારો પ્રસારિત થઈ રહ્યાં છે. આ અંગે વનવિભાગે સિંહો ગુમ થયાની અફવાનું ખંડન કર્યું છે. વનવિભાગે જણાવ્યું કે, વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયાકાંઠે વસતાં સિંહો સહિત તમામ સિંહોની સલામતી માટે પગલાં લેવાયા હતા. જેમાં સિંહોને ખાસ મોનિટરિંગ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સિંહો દરિયાથી દૂર જાતે જ સલામત સ્થળે ખસી ગયા હોવાનું જાણવા મળેલ છે. વન વિભાગે જણાવ્યું છે કે, દરિયાકાંઠા વિસ્તારોમાંથી એક પણ સિંહ ગુમ થયાનું નોંધવામાં આવેલ નથી. સિંહોની સુરક્ષા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
