રાજ્યમાં તાત્કાલિક રાહત કાર્યો માટે રૂપિયા 1000 કરોડની નાણાંકીય સહાયની પ્રધાનમંત્રીએ કરી જાહેરાત
Live TV
-
પ્રધાનમંત્રીએ અમદાવાદ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વાવાઝોડાથી થયેલા નુકસાનની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને પરિસ્થતિની વિગતો મેળવી હતી. પ્રધાનમંત્રીએ રાજયમાં વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્ર સરકાર તરફથી તાઉ'તે વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને ₹ 2 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને ₹ 50,000ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. તદુપરાંત ગુજરાત સરકાર તરફથી વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના વારસદારોને ₹ 4 લાખ અને ઇજાગ્રસ્ત લોકોને ₹ 50,000ની સહાય આપવામાં આવશે.
