CM રુપાણી આજે અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા અસરગ્રસ્ત સ્થળની મુલાકાતે
Live TV
-
તાઉ'તે વાવાઝોડાથી ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાને સૌથી વધુ નુકસાન થયું છે. સીએમ રુપાણી આ જિલ્લાના ગામડાઓની સ્થળ મુલાકાત કરશે.
CM વિજય રૂપાણી રાજ્યમાં તાઉ'તે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના ગામોની આજે મુલાકાત લઈ નુકસાનીની જાત માહિતી મેળવશે. પહેલાં CM રુપાણી ઉના તાલુકાના ગરલ ગામની મુલાકાત લેશે. ત્યારબાદ રાજુલા તાલુકાના કોવાયા તેમજ જાફરાબાદ તાલુકાના પીપરીકાંઠા એમ ત્રણ ગામોની મુલાકાત આજે દિવસ દરમ્યાન લેશે.
CM વિજય રૂપાણી આ નિરીક્ષણ મુલાકાત બાદ જિલ્લા તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિ નો ચિતાર મેળવશે. વાવાઝોડા પ્રભાવિત ગામોની આ મુલાકાતમાં CM સાથે તેમના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન તેમજ મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર પણ જોડાશે. મુખ્યમંત્રીશ્રી મોડી સાંજે ગાંધીનગર પરત આવશે.
