Skip to main content
Settings Settings for Dark

RFO અને ચાર વનકર્મી વિરુદ્ધ ગુનો દાખલ

Live TV

X
  • માછીમારોને માર મારવાના મુદ્દે પોલીસે ગુનો દાખલ કર્યો

    ઉના અને ગીરગઢડા નજીક આવેલા ચીખલકુબા પાસેનાં રાવલ ડેમમાં ઉનાનાં વડલી ગામનાં અજિત ઇસ્માઇલ સમા તેમજ જાવીદ હસન સમા સહિત કુલ 5 વ્યક્તિ માછલી પકડવા ગયા હતા. ત્યારે પેટ્રોલિંગ કરી રહેલી તુલસીશ્યામ આરએફઓ, ફોરેસ્ટર સહિત 8 કર્મચારીની ટીમે પાંચ પૈકીનાં અજીત અને જાવીદ નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે બાકીનાં ત્રણ ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપી પૈકીનાં અજિતે ગંભીર આરોપ સાથે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં આરએફઓ, ફોરેસ્ટર સહિત 4 વનકર્મી સામે માર મારવાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ગીર ગઢડા પોલીસે આરએફઓ પટેલ અને ફોરેસ્ટ કર્મી આસિફ જુણેજા સહિત ચાર વનકર્મી વિરુદ્ધ આઇપીસી 323, 325, 504, 114 તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply