Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બનશે વધુ સુદ્રઢ

Live TV

X
  • ગૃહમંત્રીએ 11 જિલ્લાના 16 નવા PI કક્ષાના પોલીસ સ્ટેશનને આપી મંજૂરી

    રાજયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ વિશે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાઈ રહે તે માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ કટીબદ્ધ છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર અને કેરાળી જી.આઈ.ડી.સી, કચ્છ પશ્ચિમ, ભૂજના મુદ્રા તાલુકાના પ્રાગપર, માધાપર અને માંડવી કોડાયા, છોડા ઉદેપુરના ઝોઝ, જૂનાગઢના સાસણગીર, દાહોદના બી ડીવીઝન, પાટણના સરસ્વતી, ભાવનગરના મહુવા ગ્રામ્ય , મહિસાગરના બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન અને લુણાવાડ પોલીસ સ્ટેશન, સુરત ગ્રામ્યમાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન, સુરત શહેરમાં અડાજણ ખાતે નવું પાલ પોલીસ સ્ટેશન અને ચોક બજાર નવું સીંગણપુર ડભોલી પોલીસ સ્ટેશન તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના ધજાળા ગામે એમ કુલ અગિયાર જિલ્લાના 16 નવા પોલીસ ઈન્સ્પેકટર કક્ષાના પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply