Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસની ઉજવણી, જાણો કેમ થાય છે આ રોગ

Live TV

X
  • ઓસ્ટિયોપોરોસિસ એક એવી બિમારી છે જે મોટાભાગના તેવા લોકોને થાય છે જેમની ઉંમર 50 વર્ષથી વધારે હોય છે.

    સમગ્ર વિશ્વમાં આજે એટલે કે 20 ઓકટોબરને વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ’ તરીકે મનાવાય છે. ઉંમર વધતાં ઓસ્ટિયોપોરોસિસ (હાડકા ગળવાની તકલીફ) રોગમાં 100માંથી 70 મહિલા અને 30 પુરુષ સપડાય છે. આ રોગમાં હાડકું પાતળું થવાની સાથે તૂટવાનું જોખમ રહેલું છે. ત્યારે મેડિકલ ટેકનોલોજીના પગલે હવે ઓસ્ટિયોપોરોસિસનાં દર્દીમાં પ્રોટોકોલ મુજબ બે અલગ પ્રકારનાં ઇન્જેકશનથી હાડકાને કોહવાતું અટકાવવાની સાથે હાડકાની મજબૂતાઇ વધારીને ફ્રેકચરનું જોખમ ટાળી શકાય છે.

    ઓસ્ટિયોપોરોસિસ એક એવી બિમારી છે જે મોટાભાગના તેવા લોકોને થાય છે જેમની ઉંમર 50 વર્ષથી વધારે હોય છે. આ બિમારીમાં હાડકાઓનું વજન ઓછું થઈ જાય છે અને તે ખોખલા થઈ જાય છે. હાડકા એટલા કમજોર થઈ જાય છે કે દર્દી જોરથી છીંક ખાઈ લે તો પણ તૂટી જાય છે. આખી દુનિયામાં 20 ઓક્ટોબરના દિવસને વિશ્વ ઓસ્ટિયોપોરોસિસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આવો જાણીએ કેમ થાય છે આ સમસ્યા.આપણા હાડકા કેલ્શિયલમ, ફોસ્ફોરસ અને પ્રોટીન ઉપરાંત કેટલાક પ્રકારના મિનરલ્સથી બનેલા હોય છે. વધતી ઉંમરની સાથે-સાથે ખાન-પાન પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી થઈ જાય છે નહી તો હાડકા કમજોર થઈ જાય છે. તે ઉપરાંત ઓસ્ટિયોપોરોસિસ થવાના અન્ય પણ કેટલાક કારણ છે.

    નીચેના કારણો છે જવાબદાર

    1. વધતી ઉંમરની સાથે-સાથે ખાનપાન અને લાઈફસ્ટાઈલ પર ધ્યાન આપવું નહી.
    2. ઓસ્ટિયોપોરોસિસ કેટલીક વખત અનુવાંશિક પણ હોય છે. એટલે કે, જેમના માતા-પિતાને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા છે તેમના સંતાનોને પણ આનો ખતરો રહે છે. 3. જે લોકો નિયમિત રૂપથી વ્યાયમ કરતા નથી તેમને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા થઈ જાય છે.
    4. શરીરમાં હાડકાઓ માટે જરૂરી પોષક તત્વો કેલ્શિયમ, વિટામિન D, પ્રોટીનની ઉણપના કારણે પણ ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા થઈ જાય છે.
    5. જે લોકો ધ્રૂમપાન કરે છે અથવા દારૂનું સેવન કરે છે તો તેમને પણ આ બિમારીનો ખતરો થઈ જાય છે.

    લક્ષણ

    1. હાડકાઓમાં દુખાવો થવા લાગે છે
    2. નજીવી ઈજામાં પણ હાડકામાં ફ્રેક્ચર થઈ જાય છે
    3. શરીર સાંધાઓમાં દુખાવો અને ફ્રેક્ચર
    4. તે ઉપરાંત ઝડપી થાકી જવું, સવારના સમયે કમરમાં દુખાવો પણ આના લક્ષણમાં આવે છે
    5. પહેલા દુખાવો ઓછો હોય છે પરંતુ ધીમે-ધીમે તે વધી જાય છે

    બચાવ

    1. આનાથી બચવા માટે સૌથી સારી રીત તે છે કે, 50 વર્ષની ઉમર બાદ નિયમિત રીતે એક્સ-રે કરાવતા રહેવું
    2. જેની ઉંમર 50 વર્ષથી વધારે છે તેને વ્યાયમ કરવા માટે પ્રેરિત કરો
    3. ખાન-પાનનું ખ્યાલ રાખો અને ધ્યાન રાખો કે ખાવામાં બધા જ પોષક તત્વ મળી રહે

    સારવાર

    1. દર્દીઓને સામાન્ય રીતે વિટામીન Dની ટેબલેટ 6 વીક સુધી આપવામા આવે છે
    2. તે ઉપરાંત અલેંડ્રોનેટ (alendronate 70 mg) વીકમાં એક વખત આપવામા આવે છે
    3. દુખાવો વધારે હોય તો ઘણી વખત સર્જરી પણ કરાવવી પડે છે. આમા ઈન્જેક્શનથી હાડકામાં સીમેન્ટ નાંખવામા આવે છે
    4. કાઈફોપ્લાસ્ટીનો સહારો પણ લેવામા આવે છે. આમા દોઢ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ આવે છે
    5. કેટલીક વખત હાડકાઓને ફિક્સ કરવા માટે પણ સર્જરી કરવામા આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply