Skip to main content
Settings Settings for Dark

એક જ દિવસમાં ફક્ત ચાર કલાકના સમયગાળામાં બે અંગદાન થયા

Live TV

X
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ લીપ યરના લીપ દિવસે એટલે કે ૨૯ ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક ઘટના બની. એક જ દિવસમાં ફક્ત ચાર કલાકના સમયગાળામાં બે અંગદાન થયા.

    ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવવા આજીવિકા રળતા આ પરિવારોએ પોતાના બ્રેઇનડેડ સ્વજનનું અંગદાન કરીને ભણતર કરતા ગણતર જ મહત્વપૂર્ણ છે તે સાબિત કર્યું.

    સિવિલ હોસ્પિટલમાં 29 ફેબ્રુઆરીનાં રોજ થયેલ 145 તેમજ 146માં અંગદાનની સમગ્ર વિગતો એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના ધાર જીલ્લાનાં પીપલડા ગામના રહેવાસી રાહુલ ભંવર ગાંધીનગર કુડાસણ ખાતે પડી જતા માથાનાં ભાગે ગંભીર ઇજા થઇ. ઇજાઓ ગંભીર હતી જેથી પ્રથમ પ્રાઇવેટ હોસ્પીટલ અને ત્યારબાદ વધું સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામા આવ્યા.

    સારવાર દરમ્યાન ડૉક્ટરોએ તારીખ 29.02 2024 નાં રોજ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં. સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરોની ટીમ દ્વારા રાહુલનાં પિતા અને અન્ય હાજર પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજાવતાં પિતા ફૂલસિંહ ભણેલા ન હોવા છતા ભણતર કરતાં ઘડતર જીવનમાં વધારે અગત્યનું છે એ વાતને સાબિત કરી. અને પોતાનો વહાલસોયા દીકરો બ્રેઈન ડેડ હોવાથી ફરી  સાજો થઈ  શકશે નહી  તે સમજી બીજા કોઈના દિકરા કે અન્ય સ્વજનના જીવ બચાવવાના પરોપકાર ભાવ સાથે અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય લીધો હતો.

    બીજા કિસ્સામાં મહેમદાવાદ, ખંભાલી ગામે રહેતા પ્રતાપભાઇ સોલંકી પણ  પડી જતા માથાનાં ભાગે ઇજા થઇ હતી. તેમને પ્રથમ ખાત્રજ ચોકડી પાસે ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લાવવામાં આવ્યા.સારવાર દરમ્યાન ડોક્ટરોએ બ્રેઈન ડેડ જાહેર કરતાં પ્રતાપભાઇના પુત્ર અને મોટા ભાઇએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.

      
    અંતે એક હ્રદય, ચાર કિડની અને બે લીવર મળી કુલ સાત અંગોના દાન મેળવવામાં સફળતા મળી. અંગદાનમાં મળેલા હ્રદયને યુ.એન મહેતા હોસ્પિટલમાં અને બે લીવર તથા ચાર કિડનીને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓમા સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે.

    અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ આ ક્ષણે જણાવ્યું હતું કે , આજનાં આ બંને અંગદાનના કિસ્સામાં બે ગરીબ અને ઓછું ભણેલા પરિવારોએ સમાજના લોકો માટે ભણતરની સાથે સાથે ગણતર પણ  કેટલું મહત્વનું છે તેનું સચોટ ઉદાહરણ પુરું પાડ્યું છે.લીપ યરના લીપ દિવસે બનેલી આ ઘટના ઐતિહાસિક છે તેમ પણ ડૉ. જોષીએ જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply