Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ આચાર્ય  દેવવ્રતના અધ્યક્ષસ્થાને પોરબંદરમાં જિલ્લા કક્ષાનું ખેડૂત સંમેલન યોજાયું

Live TV

X
  •  

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પોરબંદર શહેરના બિરલા હોલ ખાતે જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આરએએફ ગ્લોબલ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ લીધો હતો. 

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન જરાય પણ ઘટતું નથી. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. ગુજરાતના નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, તેમ જણાવીને રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને તેમાં દેશી ગાયના ગોબર અને ગૌમુત્ર કેટલા ઉપયોગી છે તે અંગેની ઝીણવટભરી માહિતી આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કર્યાં હતા.

    તેઓએ વધુમાં કહ્યું કે ,રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી પાંચ વર્ષ સુધી સરકાર ખૂબ જ ઝડપથી ઝેરમુક્ત ખેતીની દિશામાં કામ કરશે. તેમણે ઉમેર્યું કે, આગામી સમયમાં ગ્લોબલ વોર્મિંગના પ્રભાવથી આપણે બચવું હોય તો પ્રાકૃતિક ખેતી એકમાત્ર  વિકલ્પ છે. જલ સંરક્ષણ અને  ભૂમિની ફળદ્રુપતાને કેવી રીતે બચાવી શકાય તેની સમજ પણ તેઓએ આપી હતી. ધરતી આપણી માતા છે અને હજારો પેઢીથી દરેકનું પાલનપોષણ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર કરે છે, ધરતીમાતા જીવનદાતા તરીકે સૌને અન્ન આપે છે. વનસ્પતિ અને જીવન જીવવા આપે છે, ત્યારે ધરતીમાંને કેમિકલયુક્ત ખેતીથી આપણે ઝેરીલી બનાવી દીધી હોવા અંગે આચાર્ય દેવવ્રતે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રાકૃતિક ખેતી જેણે અપનાવી છે તે ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રેરિત કરે અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે ઈશ્વરીય કાર્ય કરે તે માટે તેમણે પ્રેરક વાત કરી હતી.

    ખેડૂતોની આવક વધે, ખેડૂતો સમૃદ્ધ બને, સ્વસ્થ-ખુશહાલ બને અને આપણી ધરતી માતાને ઝેરીલી થતી બચાવી શકાય તેવા નિર્ધાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ જણાવી રાજ્યપાલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારે હું મળું છું ત્યારે તેઓ પ્રાકૃતિક ખેતી પ્રત્યે ખૂબ જ પ્રેરિત કરે છે.

    આર એ એફ ગ્લોબલ સંસ્થાના રિઝવાનભાઈ આડતીયાએ રાજ્યપાલનો આભાર માન્યો. તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ખેડૂતોને આવકારી તેમની સંસ્થા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પ્રાકૃતિક ખેતી માટે કાર્યરત છે તેમ જણાવ્યુ હતું. તેઓએ આર એ એફ ગ્લોબલ સંસ્થાનો પરિચય સૌને આપ્યો હતો.     

    જિલ્લા કલેકટર કે.ડી લાખાણીએ મહાત્મા ગાંધીની ભૂમિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પૂજ્ય બાપુને પ્રિય એવો ચરખો આપીને સ્વાગત કર્યું હતું . આર એ એફ ગ્લોબલ ફાઉન્ડેશનના ચેરમેન રિઝવાન આડતીયાએ પુષ્પગુચ્છ અર્પણ કરી રાજ્યપાલ આચાર્ય દેવ્રતને આવકાર્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply