Skip to main content
Settings Settings for Dark

એરિયલ યોગા દ્વારા શહેરીજનો અંગ કરસત કરી શરીર અને મનને બનાવી રહ્યા છે મજબૂત

Live TV

X
  • વર્તમાન સમયની જીવનશૈલીના કારણે લોકોને શરીરથી જોડાયેલી અનેક બિમારીઓનો સામનો કરવો પડે છે. પંરતુ જો દવાઓના બદલે યોગને વધુ મહત્વ આપવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થશે

    તમને ખબર છે કે તમે સિલ્કના દુપટ્ટાથી 350 જેટલી કેલેરી બાળી શકો છો. સિલ્કનો દુપટ્ટો વજન ઘટાડવાની સાથે તંદુરસ્ત રાખવા માટે તમને મદદરૂપ થઈ શકે છે. ત્યારે અમદાવાદમાં એરિયલ યોગા દ્વારા શહેરીજનો અંગ કરસત કરી શરીર અને મનને મજબૂત બનાવી રહ્યા છે.

    અમદાવાદમાં રહેતા આ છે સમર્થભાઈ દવે. સમર્થભાઈ છેલ્લા દસ વર્ષથી અમદાવાદમાં એરિયલ યોગાની તાલીમ આપી રહ્યા છે. એરિયલ યોગા પરંપરાગત યોગથી થોડો અલગ છે. જેમાં શરીરને સિલ્ક ફેબ્રિકથી બાંધવામાં આવે છે. ત્યારબાદ એક નિશ્ચિત ઉંચાઈ પર લઈ જઈ અલગ-અલગ મુદ્રાઓ સાથે યોગ કરાવવામાં આવે છે. ત્યારે હાલ શહેરમાં એરિયલ યોગાનો ક્રેઝ વધ્યો છે. અને એરિયલ યોગા કરી રહેલી મહિલાઓને આનાથી ખૂબ જ ફાયદો પણ થયો છે.

    વર્તમાન સમયની જીવનશૈલીના કારણે લોકોને શરીરથી જોડાયેલી અનેક બિમારીઓનો સામનો કરવો પડે છે. પંરતુ જો દવાઓના બદલે યોગને વધુ મહત્વ આપવામાં આવે તો તેનાથી અનેક ફાયદા થશે. સામાન્ય મહિલાઓની સાથે, ગર્ભવતી મહિલા રિનલબેન પણ યોગા કરતા નજરે પડ્યા હતા. યોગા વિશે રિનલબેને જણાવ્યું કે, યોગથી તેમને કોઈ મુશ્કેલી થતી નથી. પરંતુ તેમને અનેક શારીરીક ફાયદા થયા છે.

    એરિયલ યોગમાં હવામાં ઝુલતા રહીને એકથી એક યોગાસન કરવાનાં હોય છે. તેનાથી સમગ્ર શરીરનું સ્ટ્રેચિંગ થાય છે. એવું લાગે છે કે તમે હવામાં તરી રહ્યા છો. આ યોગમાં એક એરિયલ હોમોક હોય છે. જેના પર લટકીને આસન અને મેડિટેશન કરવામાં આવે છે. જે લોકોમાં ફ્લેક્સિબિલિટી ઓછી છે તેમના માટે આ પરફેક્ટ ટેકનિક છે. એરિયલ યોગાથી જ્ઞાનતંતુઓના કનેક્શનમાં સુધારે છે અને તેને કારણે યાદશક્તિ પણ વધે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply